Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

હિંમતનગર અને ભીલોડામાં અનરાધાર ૬ ઇંચ વરસાદ

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભરભાદરવે અષાઢી માહોલ : પાનમ ડેમના દરવાજા ખોલાયા... અનેક જળાશયોમાં નવા નીરની આવક

વાપી, તા. ર૪ :  ભર ભાદરવે રાજયના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા એ અષાઢી માહોલ સર્જાતા ૧ થી ૬ ઇંચ વરસાદ નોંધાતા જગતનો તાત ભાવવિભોર બન્યો છે.

આ ભારે વરસાદ ને પગલે જળાશયોની જળસપાટીમાં પણ ખાસ્સો વધારો નોંધાયો છે. પાનમ ડેમની જળ સપાટી વધાતા વહીવટી તંત્રએ ગેટ ખોલવાની ફરજ પડી છે. તો ભીલોડા પંથકના ભારે વરસાદને પગલે મેશ્વો ડેમ ભરાઇ જતા નદી કિનારાના ૧૮ જેટલા ગામોને એલર્ટ કરવાની ફરજ પડી છે.

ઉપરાંત દક્ષિણ ગુજરાત પંથકના ઉકાઇ ડેમમાં ઉપરવાસના પાણીની આવકને પગલે અહીં પણ જળસપાટી સતત વધી રહી છે.

આજે સવારે ૮ કલાકેૃ ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૧૮-પ૧ મીટરે પહોંચી છે. મહારાષ્ટ્રના હથેનુર ડેમમાંથી છોડાયેલા મોટીા માત્રામાં પાણીની આવકને પગલે ઉકાઇની જળસપાટી વધી રહી છે.

જેને પગલે સુરત શહેરના કોઝવેની જળસપાટી પણ વધીને આજે સવારે ૮ કલાકે પ.૪૮ મીટરે પહોંચી છે.

ફલક કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો હિંમતનગર ૧૪પ મીમી ભીલોડા ૧૪૪ મીમી ઇડર-૧૧પ મીમી, વિજયનગર ૭૭ મીમી, વિજાપુર ૬૩ મીમી મેઘરજ-પપ મીમી, વડાલી ૪૬ મીમી, કઠલાલ ૪પ મીમી, મહેાસણા ૪૦ મીમી, મોડાસા ૩૮ મીમી, ખેડબ્રહ્મ ૩૭ મીમી અને પ્રાંતિજ ૩૩ મીમી વરસાદ નોંધાવેલ છે.

ઉપરાંત ઠાસરા ર૪ મીમી, ધનસુરા ર૩ મીમી. કપડવંજ ખેડા, મોરવા હડફ, ખાનપુર અને ફતેપુરા ૧૯-૧૯ મીમી ઉમેરો અને સહેરા ૧૭-૧૭ મીમી તલોદ અને  માલપુર ૧પ-૧પ મીમી લાપડ ૧૪ મીમી, પોસીના દેસર અને ધરમપુર ૧૩-૧૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉઝા, વડનગર, આણંદ અને લુણાવાડા ૧ર-૧ર મીમી ગાંધીનગર માણસા અને લાલાસિનોર ૧૧-૧૧ મીમી, વરસાદ નોંધાયેલ છે. આ ઉપરાંત રાજયના આશરે ૩૦ જેટલા તાલુકાઓમાં ૧ મીમી થી ૧૦ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે.

દરમિયાન દાહોદ જિલ્લાના ૮ ડેમોમાંથી ૭ ડેમો ઓવરફલો થયા છે. માત્ર ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમ છલકાવાનો બાકી છે. જયારે અરવલ્લી જિલ્લાની માજુમ અને મેશ્વો નદીમાં ઘોડાપુર આવ્યા છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. શિણોલ ગામ પાસે માજુમ નદી ઉપરના પાંચ ગામનો વાહન વ્યવહાર પર અસર થઇ છે. માજુમ અને મેશ્વો ડેમ પરના ૪૯ ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

(3:35 pm IST)