Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગાંધીનગરમાં સિલિંગની કામગીરીમાં વેપારીઓએ બંધનું એલાન પાળ્યું

ગાંધીનગર:શહેરમાં કોર્પોરેશન દ્વારા હવે રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરવા માટે સીલીંગની કામગીરી શરૃ કરી છે જેના પગલે વિવિધ સેકટરના વેપારી આગેવાનોની મીટીંગ બાદ આવતીકાલ સોમવાર અને મંગળવાર બે દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં વિવિધ સેકટરોના વેપારી સંગઠનોએ સહકાર આપ્યો છે અને રીક્ષા એસો. તેમજ મેડીકલ સ્ટોર અને અન્ય નાના વેપારીઓએ પણ આ લડતને સમર્થન આપ્યું હોવાનુ જાણવા મળી રહયું છે. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરી દેવાશે તો હજારો લોકોની આર્થિક સ્થિતિ કફોડી બનશે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. 

રાજયના પાટનગર ગાંધીનગર શહેરના કોર્પોરેશન દ્વારા પાર્કીંગના મુદ્દે શરૃ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ હવે રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ ઉપર કેન્દ્રિત થઈ છે. સે-ર૪ હાઉસીંગ બોર્ડની વસાહતમાં મોટા પાયે રહેણાંક વિસ્તારમાં ચાલતાં એકમો બંધ કરીને તોડી પડાયા બાદ એક પછી એક સેકટરોમાં કોર્પોરેશન દ્વારા નોટિસો આપીને એકમો બંધ કરવા માટે તાકીદ કરી હતી નહીતર સીલીંગની ચીમકી આપવામાં આવી છે. જેના પગલે આ સેકટરોમાં રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃતિ કરતાં વેપારીઓની મીટીંગ મળી હતી અને કોર્પોરેશનની આ સીલીંગ પ્રવૃતિના કારણે હજારો પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બનશે તેવી રજૂઆત થઈ હતી. 

(3:32 pm IST)