Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આણંદમાં જવેલર્સ પેઢીના ઉઠમણામાં કેસમાં નવો વળાંક આવ્યો: પોલીસે 3 કિલો રણી દાગીના જપ્ત કર્યા

આણંદ: જિલ્લામાં ચકચાર મચાવનાર ઉમરેઠ જ્વેલર્સ પેઢીના ઉઠામણાના કિસ્સામાં એક નવો વળાંક આવ્યો હતો. આ જ્વેલર્સ પેઢીમાં ૧૫૦થી પણ વધુ વ્યક્તિઓ દ્વારા તેમના સોનાના દાગીના ગીરવે મુક્યા હતા. આ દાગીના પેઢીના ભાગીદારો દ્વારા ઉમરેઠમાં જ કાર્યરત એક સોનાના દાગીના મોરગેજ કરતી શ્રોફ પેઢીને આપવામાં આવ્યા હતા. આ શ્રોફ પેઢીના માલિકે તે દાગીના ઓગાળી રણી કરી દીધી હતી. આ ૩ કિલોથી ઉપરના વજનની રણી અંદાજે કિંમત ૮૦ લાખથી એક કરોડ સુધીની મત્તા પોલીસે કબ્જે લીધી હતી.

ગઈ કાલે મોડી રાતે એસઆઈટી સમિતીમાં તપાસ કરતા પીએસઆઈ ખાંટ દ્વારા ઉમરેઠ ખાતે આવેલ રશ્મી શ્રોફ પેઢીમાં તપાસનો દોર શરુ કર્યો હતો. આ તપાસ દરમ્યાન રશ્મી શ્રોફ પેઢીના માલિક દ્વારા તેમને જણાવાયું હતું કે, નારાયણ જ્વેલર્સના ભાગીદાર અર્પિત ગાભાવાલા અને અર્પિત ગાભાવાલા દ્વારા તેમની પેઢીમાં ૩ કિલોથી વધુની રકમના જુદાજુદા દાગીનાઓ મોરગેજ કરવામાં આવ્યા હતા. આ દાગીનાઓને મોરગેજમાં લીધા બાદ શ્રોફ પેઢીના માલિક દ્વારા તેને ઓગાળી રણી કરી દેવામાં આવી હતી. 

(3:32 pm IST)