Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વાપીના ગુંજન વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જર્જરિત દીવાલ ધરાશાયી થતા 3 ઈજાગ્રસ્ત

વાપી:ના ગુંજન વિસ્તારમાં આવેલી જુની ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીની બિલ્ડીંગ નં. ૧૩માં અગાસી પર ૬૦ ફૂટ લાંબી દિવાલનો અડધો ભાગ તૂટી પડતાં રહીશોમાં દોડધામ મચી ગઇ હતી. જર્જરિત બિલ્ડીંગની દિવાલ તૂટી પડયા બાદ કાટમાળ નીચે પાંચ મકાન પર પડતા તરૂણી સહિત ત્રણ વ્યક્તિઓ દબાઇ જતાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વાપીના ગુંજન વિસ્તારમાં જુની ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીની બિલ્ડીંગો લાંબા સમયથી જર્જરિત હાલતમાં આવી ગયા બાદ પણ વહીવટીતંત્ર દ્વારા કોઇ ગંભીરતા લેવામાં નહીં આવતાં વધુ એક હોનારતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

(3:32 pm IST)