Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પારડીમાં બે જૂથ વચ્ચે થયેલ બબાલમાં 9 સભ્યોની ધરપકડ

પારડી:ના પોણિયા વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે લાકડા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો થયો હતો. જેમાં બંને જૂથના ૪ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પોલીસે સામસામે ગુનો નોંધી પારડી પાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સહિત ૯ વ્યક્તિની ધરપકડ કરી હતી.

પારડીના પોણિયા વિસ્તારમાં ગઇકાલે રાત્રે પટેલ ફળિયામાં પાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જીગ્નેશ ભવરતભાઇ પટેલ તથા અન્ય યુવાનો ગણેશ મંડપ છોડવાનું કામ કરી રહ્યા હતાં. તે વેળા જીગ્નેશે મહેશ પટેલને પોતાના ઘરે પાણી લેવા મોકલાવતા પ્રતિક મહેશ પટેલે મહેશને ગાળો આપી હતી.

(3:31 pm IST)