Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ખેડા જિલ્લામાં અકસ્માતના જુદા-જુદા બે બનાવોમાં બેને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં ડાકોર-રાણીયા રોડ તેમજ અલીન્દ્રા ગેંદાલપુરા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે જણાંને ઈજા થયાના બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરીયાદ નોધાઈ છે. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના નવી રખીયાલમાં સીમમાં રહેતા લીલાબેન શંકરભાઇ સોલંકી તા. ૨૧/૦૯/૨૦૧૮ ની રાત્રે ઘર સામેથી પસાર થતા રોડ પરથી ચાલતા જતા હતા ત્યારે ડાકોર-રાણીયા રોડ પરણી પૂરઝડપે હંકારી પસાર થતાં બુલેટ નં જીજે ૦૭ સીજી ૬૫૨૨એ ટક્કર મારતા લીલાબેન સોલંકી (ઉમર - ૬૦ વર્ષ)ને શરીરને ઈજા થઇ હતી. આ બનાવ અંગે લીલાબેન શંકરભાઇ સોલંકીની ફરીયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

જયારે અકસ્માતનો બીજો બનાવમાં મહેમદાવાદ તાલુકાની અડબોલી તાબે ઘોડાસરમાં રહેતા ખોડાજી અમરાજી ઠાકોર ગત તા. ૨૧/૦૯/૨૦૧૮ના રાત્રે આર્ટીકા ગાડી નં જીજે ૦૧ બીએલ ૨૨૬૦ હંકારી નડિયાદ - ડાકોર રોડ પરથી જઇ રહી હતી. ત્યારે અલીન્દ્રાના બે ગેંંદાલપુરા પાટીયા નજીક પૂરપાટ ઝડપે પસાર થતા ટ્રક નં. જીને ૦૯ વાય ૦૨૬૭ અર્ટીક ગાડીની ડ્રાઇવર સાઇડ ટક્કર મારતા ખોડાજી અમરાજી ઠાકોર (ઉમર ૬૫)ને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ખોડાજી અમરાજી ઠાકોરની ફરીયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(3:29 pm IST)