Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરને મહિલા પોલીસકર્મીને ધક્કો મારવો ભારે પડશે:હવે મહિલા આયોગ કરશે તપાસ

ગાંધીનગર :કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે મહિલા પોલીસ કર્મચારીને ધક્કો મારવાની ઘટના મામલે તે મહિલા પોલીસકર્મીએ મહિલા આયોગના દ્વાર ખટખટાવ્યા છે. પીડિત મહિલા કર્મચારીએ ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવી છે

  મહિલા કર્મચારીએ તેની સાથે ઝપાઝપી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે તેની ફરિયાદને લઈને સમગ્ર મામલે મહિલા આયોગ તપાસ કરશે. તાજેતરમાં મળેલા ચોમાસુ સત્ર દરમિયાન આ ઘટના બની હતી.

(1:45 pm IST)