Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

નર્મદા ડેમમાં પાણીની આવકમાં જબરો વધારો : જળસપાટી 127,23 મીટરે પહોંચી

છેલ્લા 24 કલાકમાં સપાટી 1,5 મીટર વધી :એક વર્ષથી બંધ RBPHના ટર્બાઇન ચાલુ કરાશે

અમદાવાદ :સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણી આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 33,249 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમજ 10,445 ક્યુસેક પાણીની જાવ થઈ રહી છે.

  છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.5 મીટરનો વધારો નોંધાયો છે. હાલની ડેમની સપાટી 127.23 મીટરે પહોંચી છે. ડેમમાં સપાટી વધતા 1 વર્ષેથી બંધ રહેલા RBPHના ટર્બાઇન ચાલુ કરાશે. હાલ CHPHના 3 યુનિટ ચાલુ કરાયા છે.

 હાલ સરદાર સરોવર ડમમાં 2375.20 MCM લાઈવ પાણીનો જથ્થો છે. આ જથ્થો ગુજરાત સહિત અન્ય રાજ્યોને પણ 1 વર્ષ સુધી પાણી આપવા માટે પુરતો છે.

(11:43 am IST)