Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

૫ વર્ષમાં ગુજરાતમાં કુલ ૨૧૦૩ હત્યા

સૌથી વધુ સુરેન્દ્રનગરમાં : ૫ વર્ષમાં ૫૫૧ની હત્યા

મુંબઇ તા. ૨૪ : ગુજરાતમાં ક્રાઈમ ઘટયો હોવાના સરકારના દાવાઓ પોકળ નિવડયાં છે. વિધાનગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજયના ક્રાઈમ રેટની હકિકત પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૨૧૦૩ લોકોના હત્યા કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૪-૧૫માં હત્યાની ૪૮૧ જેટલી ઘટના પોલીસ ચોપડે નોધાઈ છે જયારે જિલ્લા પ્રમાણે બનેલી હત્યાની ઘટનાઓમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૫૫૧ લોકોની હત્યા થઈ હતી.

વિધાનસભામાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, વર્ષ-૨૦૧૩-૧૪માં ૪૨૫ લોકોને કોઈના કોઈ કારણોસર હત્યા થઈ હતી. આ સિવાય વર્ષ-૨૦૧૪-૧૫માં ૪૮૧, વર્ષ-૨૦૧૫-૧૬માં ૪૪૫, વર્ષ-૨૦૧૬-૧૭માં ૩૭૮ તેમજ વર્ષ-૨૦૧૭-૧૮માં ૩૭૪ લોકોની હત્યા થઈ હતી. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લો ક્રાઈમ રેટમાં સૌથી ટોચના સ્થાને આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ જિલ્લામાં કુલ ૫૫૧ હત્યાની ઘટનાઓ હતી જેમાં વર્ષ-૨૦૧૩-૧૪માં ૮૮, ૨૦૧૪-૧૫માં ૧૭૨, ૨૦૧૫-૧૬માં ૧૦૧, ૨૦૧૬-૧૭માં ૭૮ તથા વર્ષ-૨૦૧૭-૧૮માં ૧૧૨ લોકોને હત્યા થઈ હતી.

હત્યાની વિગતો

૨૦૧૩-૧૪ ૪૨૫

૨૦૧૪-૧૫ ૪૮૧

૨૦૧૫-૧૬ ૪૪૫

૨૦૧૬-૧૭ ૩૭૮

૨૦૧૭-૧૮ ૩૭૪

કુલ         ૨૧૦૩

(9:36 am IST)