Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વણાંકબોરી ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડાયું:પાંચ દરવાજા ખોલાયા

અમદાવાદ :વણાંકબોરી ડેમમાં નવા પાણીની આવક થતા અને  ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણીની આવક વધી છે. પાનમ ડેમમાંથી 1480 ક્યુસેક વણાંકબોરી ડેમમાં આવક થઈ છે. વમાંકબોરી ડેમના 5 દરવાજા ખોલી પાણી નદી અને કેનાલમાં છોડવામાં આવ્યું છે.

  સિંચાઈ માટે મહી કેનાલમાં 6200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મહિસાગર નદીમાં 6300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાંકબોરી ડેમનું હાલનું લેવલ 222.25 ફૂટ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ વિસર્જનના સમયે મહિસાગર નદીમાં પાણી ઠલવાતા સંચાલકો પણ મુશેકેલીમાં મુકાયા હતા, અચાનક નદીમાં પાણી વધે તો મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા વધી જાય છે.

(9:38 pm IST)