Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

અરવલ્લી જીલ્લામાં મૂશળદાર વરસાદ :મેશ્વો ડેમ ઓવરફ્લો :માઝુમ , મેશ્વો અને બુઢેલી નદી ગાંડીતુર :19 ગામોને એલર્ટ

અરવલ્લી જીલ્લામાં મૂશળદાર વરસાદને પગલે મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે, જયારે મેશ્વો ડેમ ઓવરફ્લો થતા મેશ્વો નદી રીતસરની ગાડીતૂર બની છે. મેશ્વો નદી કિનારાના 19 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદી પાસે નહી જવા માટે સૂચના આપવામાં આવી છે. માઝુમ નદીમાં પણ ગોડાપુરની સ્થિતિ સર્જાઈ છે.જયારે  બુઢેલી તથા હાથમતી નદી પણ બે કાંઠે વહેતી થતા અદભૂત નજારો સર્જાયો છે

(9:37 pm IST)