Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સાબરકાંઠામાં સચરાચર વરસાદ: હિંમતનગરમાં અઢી ઇંચ, વિજયનગરમાં બે ઇંચ, ઇડર અને પ્રાતીજ્માં એક ઇંચ વરસાદ

હિંમતનગરના નીચાળવાળા વિસ્તાર અને નેશનલ હાઇવે પર પાણી ભરાયા

સાબરકાંઠમાં સચરાચર વરસાદ વરસી રહયો છે સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં હિમતનગરમાં સવા બે ઈંચ વરસાદ નોઁધાયો છે.

  ભારે વરસાદને પગલે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ નેશનલ હાઈવે 8 પર કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે.તો આ તરફ ઈડરમાં 1 ઈંચ, પ્રાંતિજ, તલોદ અને વડાલીમાં 1 ઈંચ વરસાદ જ્યારે વિજય નગરમાં પણ 2 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

(8:55 am IST)