Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી: કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી: જબરો ઉત્સાહ

ભગવાન કાળીયા ઠાકર ના મંગળા દર્શન કરી ભક્તો ધન્ય બન્યા :નગરમાં 101 મટકી બાંધી ભવ્ય શોભાયાત્રામાં મટકી ફોડવાનો કાર્યક્રમ

યાત્રાધામ શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. સવારે ભગવાન શામળિયાના કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી છે ભગવાન કાળીયા ઠાકર ના મંગળા દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. ભગવાનની મંગળા આરતી કરવામાં આવી દૂર દૂરથી આવેલા તમામ કૃષ્ણ ભક્તો એ વહેલી સવારે ભગવાન ની મંગલમય જાંખી કરી હતી.

ભગવાનનો પંચામૃતથી શોડશોપચાર પૂજન અને અભિષેક કરાયો હતો અને સુંદર મજાનો ભગવાનને સોના ચાંદીના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ભગવાન કાળીયા ઠાકરના તમામ મનોરથો ઉત્સવો મનાવવામાં આવશે અને નગરમાં 101 મટકી બાંધી ભવ્ય શોભાયાત્રામાં મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

રાત્રે ભગવાન શામળિયાના પરિસરમાં ભજન સત્સંગ રાસગરબા સહિતના કૃષ્ણ ભક્તિના કાર્યક્રમો યોજાશે અને બરાબર 12 વાગે ભગવાન ઠાકોરજીનો જન્મોત્સવ ઉજવાશે.

(11:42 am IST)