Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ચાણસ્મા નજીક બહુચરાજીમાં અચાનક પોલીસે જુગારધામ પર રેડ પાડતા જુગારીઓમાં નાસાભાગ: 13 શખ્સો રંગે હાથે 1 લાખ 23 હજારની રોકડ સાથે ઝડપાયા

ચાણસ્મા:જન્માષ્ટમી આવતા સ્થાનિક પોલીસની મહેરબાનીથી બહુચરાજી પંથકમાં ગામેગામ બિલાડીના ટોપની જેમ જુગાર રમાઈ રહ્યો છે ત્યારે ગુરુવારની મધ્યરાત્રિના અરસામાં બહુચરાજી પોલીસે રેલવે સ્ટેશનની પાછળના ભાગે આવેલી રીટાપાર્ક નામની  સોસાયટીમાં એક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર રેડ કરી હતી. જેને પગલે જુગાર રમતા શખસોમાં નાસભાગ મચી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં રાત્રે હોબાળો મચી ગયો છે. પોલીસે ૧૩ શખસો વિરુધ્ધ જુગારનો ગુનો નોંધી રૃા. ૧,૨૩,૭૦૦ની મતા જપ્ત કરી હતી.

જુગારની બદી નેસ્તનાબુદ કરવા એસપી નીલેશ જાજડિયાએ  આપેલી સુચના મુજબ બહુચરાજી પોલીસ મથકના પીઆઈ આર. કે. પાઠકની સુચના મુજબ પીએસઆઈ આર.આઈ. પરમાર તથા સ્ટાફના માણસોએ બહુચરાજી ટાઉનમાં રીટાપાર્ક સોસાયટીમાં જુગારની રેડ કરી હતી. જેમાં દરજી મેહુલકુમાર નટવરલાલ, (રહે. પ્રતાપનગર), ઠાકોર કુલદીપ ઉર્ફે સચિનકુમાર બેચરાજી, (રહે. બહુચરાજી, રીટાપાર્ક સોસાયટી), ઠાકોર રામુજી ડાહ્યાજી(રહે. બહુચરાજી), ઠાકોર નરેશ બકુલભાઈ(રહે. બહુચરાજી), પટેલ ચમન હીરાભાઈ(રહે. ડેડાણા), જયસ્વાલ રવિ ુર્ફે નીલ બાબુલાલ ઉર્ફે જયેન્દ્રભાઈ, સોની હિતેશ વિજયભાઈ(રહે. બહુચરાજી), જયસ્વાલ શિવમ હરેશભાઈ(રહે. બહુચરાજી), ઠાકોર ગોવિંદજી વિરસંગજી(રહે. બહુચરાજી), ઠાકોર ઉદાજી મણાજી (રહે. સીતાપુર, તા. માંડલ) અને ઠાકોર અગરાજી જુગાજી (રહે. ડેડાણા) સહિત ૧૩ જણાને પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૃા. ૧,૨૩,૭૦૦ જપ્ત કરી જુગારધારા હેઠળ બહુચરાજી પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.

(11:28 am IST)