Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પાલનપુર તાલુકાના પારપડા ગામે લોકમેળામાં લોકોની સલામતીનો અભાવ: પોલીસની મંજૂરી દ્વારા લગાવવામાં આવેલ રાઇડને બંધ કરાવી દેવામાં આવતા માલિકો સહીત સહલાણીઓ નિરાશ

પાલનપુર:તાલુકાના પારપડા ગામે શીતળા સાતમ પર્વ નિમિત્તે પરંપરાગત બે દિવસીય લોકમેળો ભરાયો હતો. જોકે લોકમેળામાં લોકોની સલામતીને લઈ પોલીસ દ્વારા મંજૂરી વિના લગાવવામાં આવેલઊંચી ચકડોળોને બંધ કરાવી દેવામાં આવતા ચકડોળ માલિકો અને સહેલાણીઓમાં નિરાશા છવાઈ જવા પામી હતી.

પાલનપુર તાલુકા પોલીસમેળામાં આવતા લોકોની સલામતી માટે મંજૂરી વિના લાગેલી આઠ જેટલી ચકડોળને બંધ કરાવી દેવામાં આવી હતી. જેને લઈ રાઈડસના સંચાલકો અને મેળો મહાલવા આવેલા લોકોમાં નિરાશા છવાઈ જવા પામી હતી. જોકે મેળામાં લગાવવામાં આવતી રાઈડ અંગે તંત્રની મંજૂરી લેવાની હોય છે પરંતુ પારપડાના મેળામાં રાઈડના માલિકો દ્વારા મંજૂરી વિના રાઈડ લગાવી દેવામાં આવતા પોલીસે રાઈડો બંધ કરાવી હતી. જેને લઈ ચકડોળ માલિકોને રાઈડ લાવવા લઈ જવાનું ભાડુ પણ માથે પડયું હતું.

 

(11:28 am IST)