Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ગાંધીનગરમાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડા: જુદા-જુદા વિસ્તારમાંથી છાપો મારી 19 જુગારીઓને ઝડપી 15 હજારની રોકડ પકડી પાડી

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં શ્રાવણીયો જુગારની પ્રવૃતિ ખુબજ મોટા પ્રમાણમાં વધી છે ત્યારે જુગારીઓ છેલ્લી ઘડીનો જુગાર રમી લેવામાં મશગુલ થઈ ગયા છે અને પોલીસ પણ આવા જુગારીઓને પકડી પાડવા દોડધામ કરી રહી છે. શહેર નજીક મોટી શિહોલી ગામમાં ચિલોડા પોલીસે બાતમીના આધારે દરોડો કરી જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૧પ હજાર રોકડ પણ કબ્જે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 


તો અડાલજ પોલીસે અને સાંતેજ પોલીસે પણ દરોડા કરીને સાત જુગારીઓને ઝડપી લીધા હતા.ગાંધીનગર શહેર અને જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓ ઠેકઠેકાણે બોર્ડ બેસાડી રમી રહયા છે ત્યારે હવે ગણતરીના દિવસો શ્રાવણ મહિનાને બાકી રહયા છે ત્યારે છેલ્લી ઘડીનો જુગાર રમી લેવામાં જુગારીઓ વ્યસ્ત બન્યા છે. આવા જુગારીઓને પકડી પાડવા માટે પોલીસે પણ કમર કસી છે અને જુગારના કેસો કરવામાં આવી રહયા છે. 

 

(11:27 am IST)