Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ગાંધીનગર નજીક લૂંટફાટની ઘટનામાં વધારો: નર્સને રિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ 44 હજારના દાગીનાની લૂંટ ચલાવનાર રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ચોરી તેમજ લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર અમદાવાદ માર્ગ ઉપર કોટેશ્વર ગામ નજીક ટોરેન્ટ ફાર્મા કંપની નજીક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાને રીક્ષામાં બેસાડી છરી બતાવી સોનાના દોરો અને રોકડા રૂપિયા મળી ૪૪ હજાર લૂંટી લઈ રીક્ષાસવાર ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે અડાલજ પોલીસને જાણ કરાતાં લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં  જાણે લૂંટારૂઓએ અડ્ડો જમાવ્યો હોય તેમ એક પછી એક લૂંટની ઘટનાઓ બની રહી છે અને તેમાં પણ ખાસ કરીને રીક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટારૂ ટોળકી તેમને લૂંટી રહી છે. તાજેતરમાં અંબાપુર પાસેના ફલેટમાં રહેતા યુવાનને રીક્ષામાં બેસાડીને મોબાઈલ અને રોકડની લૂંટ કરવામાં આવી હતી ત્યારે સરઢવ ગામમાં રહેતી વિધવા મહિલાને પણ લૂંટારૂઓએ નિશાન બનાવી હતી અને ૪પ હજારની મત્તા લૂંટી લીધી હતી. ત્યારે મહિલાને રીક્ષામાં બેસાડી લુંટી લેવાની વધુ એક ઘટના બનવા પામી હતી. 

 

 

(11:27 am IST)