Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ગાંધીનગરમાં કોલ સેન્ટરો મારફતે થતી છેતરપિંડીની ઘટનામાં ભરખમ વધારો: પોલીસે બાતમીના આધારે ગાંધીનગરમાંથી બોગસ કોલસેન્ટર ઝડપી ત્રણ શખ્સને રંગે હાથે દબોચ્યા

ગાંધીનગર: શહેરમાં હાલમાં કોલ સેન્ટરો મારફતે છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોલગર્લ સર્વિસ પુરી પાડવાના બહાને કોલ સેન્ટર ચલાવી લોકો સાથે છેતરપીંડી આચરતી ટોળકીને પકડી પાડવામાં ગાંધીનગર એલસીબીને સફળતા મળી છે અને સુઘડ નજીક એટલાન્ટીક સોસાયટીના ફલેટમાં દરોડો પાડી ૧.૯૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.  

ગાંધીનગર જિલ્લામાં પોલીસની બચવા માટે ઠેકઠેકાણે બોગસ કોલ સેન્ટર ધમધમી રહયા છે ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોકો સાથે છેતરપીંડી કરતા આવા કોલ સેન્ટરો ઉપર ખાસ નજર રાખવા માટે તાકીદ કરી હતી. જેના પગલે એલસીબી પીઆઈ નીરજ પટેલે સ્ટાફના માણસોને એલર્ટ રહી દીશામાં કામગીરી કરવા સુચના આપી હતી. 

 

(11:27 am IST)