Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

સુરતના પરવટ પાટિયા નજીક જમવાનું માંગવાના બહાને ઘરમાં ઘુસી મહિલાનું કારસ્તાન: 10 હજારનો મોબાઈલ સેરવી છૂમંતર...

સુરત: શહેરમાં પરવટ પાટીયાની સોસાયટીમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલના ઘરમાં ખાવાનું માંગવાના બહાને ઘૂસેલી મહિલા રૃા.10 હજારનો મોબાઇલ ફોન ચોરી ગઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂણા પરવત પાટીયા જલારામ સોસાયટી વિભાગ 2 મકાન નં.146 માં રહેતા 39 વર્ષીય ડિમ્પલબેન રાજેશકુમાર મોદીના પતિ શાકભાજી માર્કેટમાં નોકરી કરે છે. જ્યારે ડિમ્પલબેન પોતાના ઘરે બ્યુટી પાર્લર ચલાવે છે. ગત સવારે સવા વાગ્યે ડિમ્પલબેનના પતિ નોકરીએ ગયા હતા જ્યારે તેમના સસરા પૂજા કરતા હતા. ડિમ્પલબેન બ્યુટી પાર્લરનું કામ કરતાં હતા તે સમયે ઘરનો દરવાજો ખોલી 25 થી 30 વર્ષની ઘઉંવર્ણી અને પાતળી અજાણી મહિલા અંદર આવી હતી અને ખાવાનું માગ્યું હતું. ડિમ્પલબેને ખાવાનું નથી તેમ કહેતા તે ચાલી ગઈ હતી.

(11:26 am IST)