Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષા વધારાશે : CCTVની સંખ્યા વધારી 109 કરાશે

ટેન્ડર બહાર પડાયા :આગામી મહિનાઓમાં લગેજ સ્ક્રેનરની વ્યવસ્થા કરાશે

આગામી દિવસમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરાશે રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોની સુરક્ષા મહત્વની છે.રેલવે સ્ટેશન પર હાલ 51 સીસીટીવી કેમેરા છે. તેમા વધારો કરવામા આવશે. અને સીસીટીવીની સંખ્યા વધારીને 109 કરવામાં આવશે.

    આ માટેના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યાં છે.  કામગીરી ચાલુ કરવામાં આવશે.આગામી ચાર મહિનાની અંદર લગેજ સ્કેનરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. રેલવે પોલીસ જવાનોને વોકી-ટોકી પણ આપવામાં આવ્યાં છે. અમદાવાદને હેરીટેજ સીટી જાહેર કરવામાં આવી છે. ત્યારે કાલપુર રેલવે સ્ટેશનને પણ હેરીટેજ લુક આપવામા આવશે.

   વીડીયો વોલ પર મુસાફરો હેરીટેજ અંગેની ડોક્યુમેન્ટ્રી. શોર્ટ ફીલ્મ જોઇ શકશે. વાઇફાઇની સુવિધા ડિવીઝનના 64 સ્ટેશનમાંથી 57 સ્ટેશન પર કામગીર પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે બાકીના સાત સ્ટેશન પર થોડા દિવસમાં સુવિધા ચાલુ થઇ જશે.

(9:06 pm IST)