Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમદાવાદમાં જ્યાં-ત્યાં કેમિકલ ઠાલવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ

અમદાવાદ:ના પૂર્વ પટ્ટાના ઔદ્યોગિક ગૃહો તેમનો કેમિકલયુક્ત અને એસીડિક કચરો ટેન્કરોમાં ભરીને મેગાલાઇન, ગટર લાઇન કે અન્યત્ર નિકાલ કરી નાખે છે, તે બાબત પર કડક પગલા લેવા મ્યુનિ. કમિશ્નરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને કડક તાકીદ કરી છે. ટેન્કર- માફિયાઓ સામે પોલીસ કાર્યવાહી સહિતના તમામ કડક પગલા લેવાની તેમણે ભારપૂર્વક હિમાયત કરી હતી.

વરસાદની કે કોઈ ધંધાની આડશમાં ટેન્કરો ગમે ત્યાં કચરો ફેંકી દેતા હોય છે. જેનાથી ગટર લાઇનો ખવાઈ જાય છે અને જળસ્ત્રોતો પ્રદૂષિત થાય છે. આ અંગે મ્યુનિ. કમિશ્નર વિજય નહેરા, મ્યુનિ.ના અધિકારીઓ વટવા નરોડા સહિતની જીઆઇડીસીના ચેરમેનો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મિટિંગમાં કેમિકલયુક્ત કચરો ગમે ત્યાં ફેંકવાની કુપ્રવૃત્તિને જડમૂળથી બંધ કરાવવા જુદા જુદા પાસાઓ પર વિચારણા થઈ હતી. આ સંદર્ભમાં ટૂંકમાં જ પગલા ચાલુ થશે તેમ જણાય છે.

(5:12 pm IST)