Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

કચ્‍છના બે મહિનાના બાળકને હાર્ટ સર્જરી બાદ નવજીવન

આણંદઃ કચ્‍છના મુંદ્રામાં અેક બે મહિનાના બાળકની તબિયત લથડ્યા બાદ તેના રિપોર્ટ કરાવવામાં આવતા આ બાળકને જન્મજાત હૃદયરોગ હોવાનું જોવા મળ્યુ હતું. જેથી આણંદના કરમસદમાં ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલમાં બે મહિનાના આહિલ સુમારા નામના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોઅે જણાવ્યું હતું કે, નાની ઉંમરે બાળકની સર્જરી કરવામાં આવી તે ફાયદાકારક છે. નહીં તો આ બાળક જીવ પણ ગુમાવી દેત.

બાળકના માતા-પિતા બાળકની સર્જરી માટે સક્ષમ ન હોવાથી પ્રથમ તેને અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવામાં આવેલ. ત્‍યારબાદ ગામના સરપંચની મદદથી કરમસદની શ્રી ક્રિષ્‍ના હોસ્‍પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાર્ટ સર્જરી કરનાર ડો. વિશાલે જણાવ્યું હતું કે ફેફસાની નળી હૃદય સાથે વિચિત્ર રીતે જોડાયેલ હતી, જેના કારણે લોહી ખોટી ચેમ્‍બરમાં જતુ હતું અને આહિલેને શ્‍વાસોશ્‍વાસની ક્રિયામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આ બાળકના ઓપરેશન માટે મુખ્‍યમંત્રી અમૃતમ યોજના હેઠળ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો ખર્ચ કરમસદની હોસ્‍પિટલ દ્વારા ઉઠાવાયો હતો.

(5:42 pm IST)