Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

નર્મદા પોલીસની નિર્ભયા ટીમને અજાણી છોકરી મળી આવતા સખી વન સ્ટોપ સેન્ટર ,રાજપીપળા ને સોંપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ નિર્ભયા સકોર્ડને એક અજાણી છોકરી મળી આવેલ છે તેઓની ઉંમર લગભગ 17 થી 18 વર્ષની હશે આ છોકરી ડેડીયાપાડામાં ફરતી હતી ત્યારે પેટ્રોલિંગમાં નિભયા સ્કોડની બહેનો જતી હતી તે વખતે આ છોકરી ઉપર નજર જતા તે ખૂબજ ગભરાયેલી હતી પૂછપરછ કરતા આ છોકરી કઈ બોલી નથી અને કોઈપણ પ્રકારની જાણકારી આપતી નથી જેથી તેને નિર્ભયા ટીમની બહેનો રાજપીપળા ખાતે લાવી સખી વન સ્ટોપ સેન્ટર મા સોંપેલ છે,છોકરી બાબતે કોઈને જાણકારી મળે તો તાત્કાલિક પીએસઆઇ કે. કે.પાઠક મો.નં.9727434058 ઉપર તથા સખી વન સ્ટોપ સેન્ટર રાજપીપળા ફોન નંબર 02640-222334 ઉપર સંપર્ક કરવા પોલીસ સુત્રોમાંથી જણાવવામાં આવ્યું છે.

(11:28 pm IST)