Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વડોદરા:દશરથ ગામમાં રહેતા યુવકે જેલમાં હાજર થવાના દિવસે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

વડોદરા: શહેરના દશરથ ગામમાં  રહેતા યુવકે જેલમાં પરત હાજર થવાના દિવસે ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી  લીધો હતો.આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં યુવકે એવું લખ્યું હતું કે,પત્ની અને સાસુએ સમાધાન નહી કરતા મારે મરવાનો વારો આવ્યો છે.પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેર નજીકના દશરથ ગામે સોહમવિલામાં રહેતા વિપુલ કેશવભાઇ પટેલ (..૪૫) આજે સવારે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો.પી.એસ.આઇ. કે.એચ.અંબારિયાએ ઘટના સ્થળે જઇને હાથ ધરેલી તપાસ દરમિયાન એવી વિગતો  જાણવા મળી હતી  કે,વિપુલના લગ્ન એપ્રિલ-૨૦૧૫ માં થયા હતા.પરંતુ,લગ્નના ત્રણ મહિનામાં પતિ અને  પત્ની અલગ થઇ  ગયા હતા.તેની પત્નીએ આણંદ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો.પરંતુ,વિપુલ ભરણ  પોષણના આઠ લાખ ભરી શક્યો નહતો.જેથી,તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.કોરોનાની બીજી વેવમાં તે  પેરોલ પર બહાર આવ્યો હતો.અને આજે તેને ફરીથી જેલમાં હાજર થવાનું હતું.વિપુલ ગંભીર બીમારીથી  પણ પીડાતો હતો.જેની સારવાર ચાલી રહી હતી.બીમારી અને જેલથી કંટાળીને આજે સવારે વિપુલે આપઘાત કરતા પહેલા અંતિમઠ્ઠી લખી હતી.જેમાં લખ્યું હતું કે,હું બીમાર અને અશક્ત હોવાછતાંય મારી પત્ની અને સાસુ સમાધાન કરતા નથી.એટલે મારે મરવાનો વારો આવ્યો છે.

(5:34 pm IST)