Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વડોદરાના હરણી વિસ્તારમાં સવારના સમયે બંગલાને નિશાન બનાવી તસ્કરો 40 મિનિટમાં હાથફેરો કરી છૂમંતર....

વડોદરા: શહેરના હરણી વિસ્તારમાં સવારના સમયે એક બંગલામાં 40 મિનિટના ગાળામાં ચોરો હાથફેરો કરી ગયા હોવાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

    હરણી તળાવ પાસે વ્રજ બંગ્લોઝમાં રહેતા અને ખેતીકામ કરતા કમલેશભાઈ પટેલે જણાવ્યું છે કે, મારા વૃદ્ધ દાદી બીમાર રહેતા હોવાથી હું તેમની સાથે રહી સેવા ચાકરી કરું છું. ગઈકાલે સવારે 9.20 વાગે દાદી ને દવા ગોળી આપ્યા બાદ હું ચા નાસ્તો કરવા નજીકની રેસ્ટોરન્ટમાં ગયો હતો.

     10 વાગે હું પરત ફર્યો ત્યારે મકાનના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને તિજોરી સહિતનો સામાન વેર વિખેર હતો. ચોરો મકાનમાંથી સોનાની બે બંગડી, બુટ્ટી, ચાંદીના સિક્કા તેમજ અન્ય દાગીના કે જેનું વજન મને ખબર નથી તે ચોરી ગયા હતા. હરણી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)