Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

હિંમતનગર-ઇડર રોડ નજીક એસ.ઓ.જીની ટીમે બાતમીના આધારે છાપો મારી ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડયો

હિંમતનગર: હિંમતનગર-ઈડર રોડ પર વક્તાપુર ગામની સીમમાં આવેલા એક પ્રિન્ટીંગ એન્ડ પેકેજીંગ શેડવાળા કંપાઉન્ડમાં ગુરૂવારે એસ..જી.ની ટીમે બાતમી આધારે છાપો મારી ૪૩૮૦ લીટર રૃા. .૦૬ લાખથી વધુ કિમનનો ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રખાયેલા બાયોડીઝલના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે. બાયોડીઝલ વિના મંજુરી ગેરકાયદેસર વેપલાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બાયોડીઝલ અને વેચાણને લગતી સામગ્રી સહિત  ચાર શખ્સો વિરૂધ્ધ હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મામલો દર્જ કરાવ્યો છે.

હિંમતનગર-ઈડર હાઈવે માર્ગ પર વક્તાપુર ગામની સીમમાં આવેલા પાર્થ પ્રિન્ટીંગ એન્ડ પેકેજીંગના શેડવાળા કંમ્પાઉન્ડમાં કોઈ ઈસમ વીના મંજુરીએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચવાનો ધંધો કરતો હોવાની બાતમી એસ..જી.ને મળી હતી. જેથી એસ..જી.ના પી. આઈ. વાય. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.કે. રાઠોડે ટીમ સહિત ગુરૂવારે બાયોડીઝલના ગેરકાયદેસરના વેચાણ સ્થળ પર છાપો મારી તપાસ આદરી હતી. જે તપાસ દરમ્યાન પોલીસને પતરાના શેડમાં લોખંડના પીપળામાં ભરેલો રૃા. ,૦૬,૬૦૦ની કિંમતનો ,૩૮૦ લીટર બાયોડીઝલનો જથ્થો હાથ લાગ્યો હતો.

(5:31 pm IST)