Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ત્રીજી લહેર પહેલા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઓક્સિજન પ્લાન્ટથી સજ્જ : હવે નહિ સર્જાય અછત

વધુ 5 નવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર : નર્સિંગ સ્ટાફ પેરેમેડિકલ સ્ટાફ ટ્રેનિંગ આપવાનું સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયું

અમદાવાદ : કોરોનાની સંભવિત ત્રીજી વેવ માટે સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ 5 નવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહીતની તમામ વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવ્યા છે. નર્સિંગ સ્ટાફ પેરેમેડિકલ સ્ટાફ ટ્રેનિંગ આપવાનું સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયું છે. બીજી લહેરમાં સૌથી વધુ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ હતી.ત્યારે ત્રીજી લહેરમાં ઓક્સિજનની ઘટ ન સર્જાય તે માટે અગાઉથી ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે

  સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડોકટર જે. વી. મોદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક પ્લાન્ટ પીએમ કેર ડીઆરડીઓ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. ડીઆરડીઓ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો તેમાંથી 1000 લીટર પર મિનિટે ઓક્સિજનનું ઉત્પાદન કરી શકીશું. તેમજ કુલ 5 ઓક્સિજન પ્લાન્ટમાંથી 2600 લીટર પર મિનિટે ઓક્સિજન ઉત્પાદન થશે.જેના કારણે ઓક્સિજનની ઘટ સર્જાશે નહિ.સાથે સિવિલ હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તમામ વ્યવસ્થાથી સજ્જ છે.

(2:21 pm IST)