Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાણીપુર ગામનું પ્રાર્થના ઘર તોડવા બાબતના અહેવાલ અંગે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ એ કરી સ્પષ્ટતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારા તાલુકાના રાણીપુર ગામનું પ્રાર્થના ઘર તોડવાને  વિષે તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ  તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સાગબારા તાલુકાના રાણીપુર ગામના કેટલાંક અસામાજીક તત્વો એક સંપ કરી આ પ્રાર્થનાનુ ઘર તોડી પાડવા માટેની તજવીજ કરીને ખોટી ભામક જાહેરાતો કરી જિલ્લા તથા તાલુકા કક્ષાએ ખોટી રજૂઆતો કરેલી છે. તેને તોડી પાડીને પોતાના અંગત સ્વાર્થ સાધવા પ્રયત્ન કરેલો છે.

પરંતુ રાણીપુર ગામ ખાતે બનાવેલ પ્રાર્થના ઘર રાણીપુર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવેલ છે. જેથી આ દબાણ દૂર કરવા અંગે રાણીપુર ગ્રામ પંચાયત તરફથી તા.૦૬ જુલાઈ ના રોજ દબાણ હેઠળ આવેલ તમામને દિન-૧૫ માં સર્વે નંબર-૭૧ વાળી જગ્યા ખાલી કરવા નોટીસ આપવામાં આવેલ છે, અને આ સમગ્ર દબાણ સરકારી ગોચરની જમીન હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવેલ છે. તેથી આ વિગતો સત્યથી વેગળી હોવાનું નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષકે તરફથી જણાવાયું છે

(9:46 am IST)