Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અમદાવાદ જિલ્લો કોરોના કેસના મામલે સમગ્ર દેશમાં છઠ્ઠા નંબરે

ગુજરાતના કુલ કેસના ૪૮ ટકા કેસ અમદાવાદના

અમદાવાદ તા. ર૪ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે અનુસાર અમદાવાદમાં કોટ વિસ્તાર સહિતના મધ્ય ઝોન તેમજ દક્ષિણ ઝોનમાં હર્ડ ઇમ્યુનિટી અસ્તિત્વમાં નથી એટલે લોકો માટે કોરોનાથી બચવા માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તેમજ વારંવાર સાબુ કે સેનિટાઇઝરથી હાથ ધોવા જરૂરી છે. અત્યારે શહેરમાં કોરોનાના કેસ સતતાવાર રીતે ભલે ઘટી રહ્યા હોય તેમ છતાં કોરોનાના કેસના મામલે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર-જિલ્લો છઠ્ઠા નંબરે છ ેતે હકીકત ખરેખર ચોંકાવનારી જ છે.

દેશમાં કોરોનાના કેસના મામલે મહારાષ્ટ્રનો મુંબઇ જિલ્લો ૧,૦પ,૯ર૩ કેસ સાથે પ્રમથ ક્રમાકે, તામિલનાડુનો ચેન્નઇ જિલ્લો ૯૦,૯૦૦ કેસ સાથે બીજા ક્રમાંકે, મહારાષ્ટ્રનો થાણે જિલ્લો ૮૧,૭૦૮ કેસ સાથે ત્રીજા ક્રમાંકે, મહારાષ્ટ્રનો પુણે જિલ્લો ૬૬,પ૩૮ કેસ સાથે ચોથા ક્રમાંકે અને કર્ણાટકનો બેંગલુરુ જિલ્લો ૩૯,ર૦૦ કેસ સાથે પાંચમાં ક્રમાકે છે, જયારે અમદાવાદ જિલ્લો રપ,૧૭૩ કેસ સાથે છઠ્ઠા ક્રમાંકે હોઇ કોરોનાના કેસના મામલે અમદાવાદ જિલ્લો હજુ પણ દેશના ટોપ ટેન જિલ્લામાં સમાવેશ ધરાવતો હોઇ શહેરીજનોએ કાોરોનાને લેશમાત્ર હળવાશથી લેવાની જરૂર નથી.

ગઇ કાલે રાજયમાં વધુ ૧૦૭૮ કેસ નોંધાતા કોરોનાના કુલ કેસ પર,પ૬૩ થયા છે. જયારે અમદાવાદમાં નવા ર૧૦ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાના કેસના આંકડા છેલ્લા કેટલાક દિવસથી ઘટી રહ્યા હોઇ એક સમયે રાજયના કોરોનાના કુલ કેસમાં રાજયના કોરોનાના કુલ કેસમાં અમદાવાદની ૭૦ ટકા જેટલી હિસ્સેદારી રહેતી હતી, પરંતુ આજની સ્થિતિમાં પણ રાજયના કુલ કેસના ૪૮ ટકા જેટલા કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોઇ તંત્ર પણ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની નીતીની સમીક્ષા કરવા વિવશ બન્યું છે.

(4:17 pm IST)