Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

તાપીના સોનગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ:વિહિપના કાર્યકર પર હુમલો;કાલે સોનગઢ બંધનું એલાન અપાયું

વિહિપ કાર્યકર નિલેષ ચંદ્રત્રેને વ્યારા હોસ્પિટલમાં ખસેડાયો : લોકોના ટોળા પોલીસ મથકે પહોંચ્યા

તાપીના સોનગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં બીજા જૂથના લોકોએ અદાવત રાખીને અથડામણ કરી હતી. તેમાં વિહિપના કાર્યકર નિલેશ ચંદ્રત્રે પર હુમલો કર્યો હતો. જેમાં ઇજા પામનાર નિલેષ ચંદ્રત્રેને વ્યારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ આ ઘટના બાદ લોકોના ટોળા પોલીસ મથકે ઉમટી પડયા હતા. અને પરિસ્થિતી ગંભીર થઈ હતી. ત્યારે જો પરિસ્થિતી વધુ વણસે નહી તે માટે ઉચ્ચપોલીસ અધિકારીઓની સમક્ષા બાદ સોનગઢ નગરમાં પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે.

આજની આ ઘટનાને પગલે આવતીકાલે વિહિપ દ્વારા સોનગઢ બંધનું એલાન અપાયુ છે.

 

(12:41 am IST)