Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ ;બદનક્ષી કેસમાં વારંવાર ગેરહાજર રહેતા ડીસા કોર્ટનું વોરંટ

વાંધાજનક નિવેદન મુદ્દે તત્કાલીન DSP નીરજ બડગુજરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

 બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે. ડીસા એડીશનલ ચીફ જ્યુડિશ્યલ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. વારંવાર ગેરહાજર રહેતા અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, વકીલ શિરીષ મોદીએ વોરંટ ઇશ્યુ કરવા રજૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ ડીસા કોર્ટમાં બદનક્ષીનો કેસ ટ્રાયલ પર છે. તત્કાલીન બનાસકાંઠા DSP નીરજ બડગુજરે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોરે DSP વિરૂદ્ધ વાંધાજનક નિવેદન કર્યા હતાં. વાંધાજનક નિવેદન મામલે તત્કાલીન DSP બડગુજરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

ડીસાના આસેડા ગામ ખાતે ફેબ્રુઆરી 2018માં ઠાકોર સેનાના પ્રમુખ અને તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે એક સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં અલ્પેશ ઠાકોરે તત્કાલિન જિલ્લાના પોલીસ વડા બુટલેગરો પાસેથી હપ્તો લેતા હોવાના આક્ષેપો કરતા વિવાદ સર્જાયો હતો.

અલ્પેશ ઠાકોરના આ પ્રકારના નિવેદનને લઇને બનાસકાંઠાન પોલીસ તત્કાલિન પોલીસ વડા નીરજ બડગુજરે અલ્પેશ સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને અલ્પેશ વારંવાર કોર્ટમાં હાજર નહીં રહેતા ડીસા એડીશનલ ચીફ જ્યુડિશ્યલ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે

(11:51 pm IST)