Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

નર્મદા નદીમાં વીજ ઉત્પાદન શરૂ: CHPH ના ત્રણ ટર્બાઇન ચાલુ ;દૈનિક 2557 મેગાવોટનું ઉત્પાદન

ત્રણ વર્ષથી બંધ RBPH નું મૅનટેંશન શરૂ :125મીટરે સપાટી પહોંચતા પાવરહાઉસ શરૂ કરાશે

 

નર્મદા ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાંથી દરરોજ 2557 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. જો કે મધ્યપ્રદેશ દ્વારા જે વીજળી ગુજરાત નથી આપતી ના આક્ષેપો સાથે રાજકારણ પણ ગરમાયુ છે. જેમાં આજે 1 વર્ષ બાદ CHPH ના 3 ટર્બાઇન ચાલુ કરવાથી હાલ વીજળીનું ઉત્પાદન સારૂ કરવામાં આવ્યું છે.

બીજી બાજુ 3 વર્ષથી બંધ પડેલ RBPH (રિવર બેડ પાવર હાઉસ )નું પણ તંત્ર દ્વારા મેન્ટેનેસ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તંત્રનો દાવો છેકે 125 મીટરની ઉપર નર્મદા ડેમની સપાટી જશે તો RBPH ના પાવર હાઉસ પણ શરૂ કરવામાં આવશે જેના થકી ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટને વીજળી પુરી પાડવામાં આવશે

(11:45 pm IST)