Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ગુજરાત એટીએસને મોટી સફળતા :વડોદરામાં પત્નીની હત્યાનો 13 વર્ષથી ભાગેડું આરોપી બેલાપુરથી ઝ્ડપાયો

નાનકસિંગે પોલીસથી બચવા માટે પોતાની દાઢી અને વાળ પણ ઉતરાવી નાખ્યા હતા

 

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે 13 વર્ષ પહેલા પત્નીની હત્યા કરીને ફરાર થઇ ગયેલા આરોપીની ગુજરાત એટીએસે મુંબઇના બેલાપુરથી ધરપકડ કરી છે

  . વડોદરામાં રહેતા નાનકસિંગ સિકલીગરે તેની પત્નીની બોથડ હથિયાર મારીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ફરાર થયેલો નાનકસિંગ ગુજરાત એટીએસને 13 વર્ષ બાદ હાથ લાગ્યો છે.

   નાનકસિંગે પોલીસથી બચવા માટે પોતાની દાઢી અને વાળ પણ ઉતરાવી નાખ્યા હતા. જેથી તેની ઓળખ થઇ શકે. પરંતુ 13 વર્ષે પણ નાનકસિંગનો પાપનો ઘડો ફૂટયો અને હવે તે પોલીસના સકંજામાં આવી ગયો છે

(10:57 pm IST)