Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતા મહિલા પોલીસ કર્મીને સસપેન્ડ કરાયા

લાંઘણજ પોલ્સ મથકમાં ફરજ બજાવતા મહિલા એલઆરડી અલ્પીતા ચૌધરી ફરજમુક્ત

મહેસાણા : વીડિયો ડબિંગ મોબાઇલ એપ્લીકેશન ટીકટોકનો મહિલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસ કર્મી મહેસાણાની હોવાની ચર્ચા છે. આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની પુષ્ટી નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો મહેસાણાના નામે વાયરલ થયો છે.

  આ અંગે ઉચ્ચે પોલીસ અધિકારીઓએ મહિલા એલઆરડીને ફરજ મૂક્ત કરાયા હતા. અલ્પિતા ચૌધરી નામની મહિલા પોલીસ લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.
   દરમિયાન વીડિયોની જાણ થતા મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું છે કે આ    વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે જોકે, વણઝારાએ એમ પણ જણાવ્યું હતું કે વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસને નોકરીમાં શિસ્ત જરૂરી છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં પાછલ પોલીસ લોકઅપ દેખાતું હોવાથી તે પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટી થઈ શકે છે ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન ટીકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે જે બેન કરી દેતા વિવાદમાં પણ સપડાઈ હતી

(8:58 pm IST)