Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

નર્મદા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ :સાગબારામાં વધુ એક ઇંચ અને ગુરુદેશ્વરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો

કરજણ ડેમની સપાટી 100.50 મીટર અને નાના કાકડીઆંબા ડેમની સપાટી 179.20 મીટર પહોંચી

નર્મદા જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેમાં ત્રીજા દિવસે સાગબારા તાલુકામાં ૧ ઇંચ અને ગરુડેશ્વર તાલુકા માં પોણો ઇંચ વરસાદ થયો છે અને નાંદોદમા અડધો ઇંચ વરસાદ થયો છે. વરસાદના સત્તાવાર આંકડા મુજબ સાગબારા તાલુકામાં 21મીમી, ગરુડેશ્વર તાલુકામાં 19 મીમી, નાંદોદ તાલુકામાં 13 મીમી, દેડિયાપાડા તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો છે

  . નર્મદામાં 24 કલાકમાં કુલ 58 મીમી (સરેરાશ 12 મીમી )નોંધાયો છે.  અત્યાર સુધીમાં નર્મદામાં મોસમનો સૌથી વધુ ફુલ વરસાદ ગરુડેશ્વર તાલુકા માં 357 મીમી અને સૌથી ઓછો વરસાદ નાંદોદ તાલુકામાં 291 મીમી નોંધાયો છે.જ્યારે દેડીયાપાડા તાલુકામાં 306 મીમી, તિલકવાડા તાલુકામાં 340 મીમી, સાગબારા તાલુકામાં 238 મીમી વરસાદ નોંધાયો છે

  . નર્મદામાં સુધીમાં મોસમનો કુલ વરસાદ 1,532 મીમી ( સરેરાશ 306 મીમી )છે.  સતત ત્રણ દિવસથી થઇ રહેલા વરસાદને પગલે નર્મદા ના તમામ ડેમો ની આવક વધવા પામી છે જેમાં નર્મદા ડેમની સપાટી વધીને 121.92 મીટરે પહોંચી છે જ્યારે કરજણ ડેમની સપાટી 100.50 મીટર પહોંચી છે તો નાના કાકડીઆંબા ડેમની સપાટી 179.20 મીટર ચોપડાવાવડેમ 187.41 મીટર અને ગરુડેશ્વર નર્મદા નુ ગેજ લેવલ- 14. 21 મીટર નોંધાયું છે.

(8:42 pm IST)