Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કપડવંજના ઇસ્લામપુરામાં બેકાબુ બનેલ ટ્રકે કારને હડફેટે લેતા પાંચ મુસાફરોને ગંભીર ઇજા

કપડવંજ:ના ઈસ્લામપુરા વિસ્તારમાં રહેતા મુસ્તુફાખાન ચૌહાણ ગતરોજ પોતાની ઈકો ગાડી નં. જીજે-૦૧-એચપી-૩૯૧૫માં પત્ની જેબુનબાનુ તેમજ બાળકો સાજીયાબાનુ, સગુપ્તાબાનુ અને અસ્પાકને લઈ પીરના લીમડા દરગાહે ગયા હતા. જ્યાંથી તેઓ ઘરે પરત ફરતા હતા તે વખતે કપડવંજ-મોડાસ રોડ પર બેકાબૂ બનેલી ટ્રેલર સાથે ટ્રક આગળ જતી યાસીનખાનની ઈકો ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે ટ્રક-ગાડી વચ્ચેના આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કારમાં સવાર પાંચેય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. 

આ અકસ્માતમાં ઈકો ગાડીને ભારે નુકસાન પહોંચતા ગાડીના ચાલક યાસીનખાન મુસ્તુફાખાન ચૌહાણે ટ્રક નં. જીજે-૦૮-વી-૯૪૯૪ના ચાલક ઓમપ્રકાશ ભેરામજી જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) સામે કપડવંજ ટાઉન પોલીસમથકમાં ફરિયાદ આપતા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:08 pm IST)