Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સુરતના મહિધરપુરા હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરા ખરીદી કરોડોમાં ઉઠમણું કરનાર બે ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:મહિધરપુરા હીરા બજારમાં ભાડેથી ઓફિસ રાખી હીરાના કારખાનેદાર અને વેપારીઓ પાસેથી હીરા ખરીદી ત્રણ માસ અગાઉ કરોડોમાં ઉઠમણું કરનાર ઘોડદોડ રોડના બે ભાઈઓ સહિત ચાર વિરુદ્ધ ભોગ બનનાર કાપોદ્રાના હીરા કારખાનેદારે મહિધરપુરા પોલીસ મથકમાં રૃ.૩૫.૮૨ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ ડભોલી રોડ ડભોલી બ્રિજની બાજુમાં શુકનશ્રી એપાર્ટમેન્ટમાં રહેતાં ૩૫ વર્ષીય વિનોદભાઈ અમરશીભાઈ કાકડીયા કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી મકાન નં.૭,૮ માં હીરાનું કારખાનું ધરાવે છે. પાંચ માસ અગાઉ હીરાદલાલ નિલેશ શુરકા અને નિરવ દેવાઈએ તેમની ઓળખ મહિધરપુરા હીરા બજારમાં હીરા બજાર પોલીસ ચોકીની બાજુમાં નિધિ સેફની સામે ઓફિસ નં.૧ સુગમ કેબિન ભાડે રાખી હીરાનો વેપાર કરતાં બે ભાઈઓ જય - નૌસીક ચંદુભાઈ ધામેલીયા (બંને રહે. એ/૫૦૧, દિવ્યજ્યોત કોમ્પલેક્ષ, અગ્રવાલ સમાજની પાછળ, ઘોડદોડ રોડ, સુરત) સાથે કરાવી હતી.

(6:06 pm IST)