Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સુરતના વરાછામાં જાહેરમાં મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો જોતા યુવકની રંગે હાથે ધરપકડ

સુરત:વરાછા વેર હાઉસ નજીક ચાની લારી પાસે ગત રાત્રે મોટરસાયકલ ઉપર બેસી જાહેરમાં મોબાઇલ ફોનમાં અશ્લીલ વિડિયો જોતા યુવાનને વરાછા પોલીસે ઝડપી લીધો હતો. તેના ફોનમાંથી વધુ પાંચ વિડીયો મળી આવ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સંદીપભાઈ અને અન્યો ગતરાત્રે પેટ્રોલિંગમાં હતા તે સમયે વેરહાઉસ પાસે ચાની લારી નજીક એક યુવાન મોટરસાયકલ ઉપર બેસી ફોનમાં એકદમ મશગુલ થઇ ક્લિપ જોતો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસે જઈ તે જે વિડીયો ક્લિપ જોતો હતો તે ચકાસતાં તે અશ્લીલ વીડિયો ક્લિપ હતી.

(6:05 pm IST)