Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં સગીર પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્યું: અગાઉ થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠા :જિલ્લાના ઈડર તાલુકાના દેશોતર ગામની સીમમાંથી અઢી માસ અગાઉ એક અજાણ્યા પુરૂષની લાશ મળી હતી  તે અંગેની ફરીયાદ જાદર પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ તેની તપાસ સાબરકાંઠા એલસીબી કરી રહી હતી ત્યારે હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કરેલી લેખિત રજુઆત બાદ પોલીસને માટે તે ઉપયોગી સાબિત થઈ હતી. ત્યારબાદ પોલીસે ભારે જહેમત બાદ આ લાશનો ભેદ ઉકેલી તેમાં પિતાનું ખુન કરનાર હત્યારા પુત્રને ઝડપી લઈ જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગત તા.૧/૫/૨૦૧૯ ના રોજ દેશોતર ગામની સીમમાંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી હતી.ત્યારબાદ તે અંગેની ફરીયાદ જાદર પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી. દરમ્યાન આ અંગે હિંમતનગરમાં રહેતા મુકેશભાઈ સુગનલાલ પ્રજાપતિ ગુમ થયા હોવાની જાણ હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. જેથી પોલીસે અજાણી લાશનો ભેદ ઉકેલવા માટે મોટો સુરાગ મળ્યો હોય તેમ પ્રથમ તબક્કે લાગ્યું હતુ. 

(5:54 pm IST)