Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મહેસાણાં:મહિલા પોલીસકર્મીનો પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતો વિડિઓ વાયરલ :તપાસના આદેશ

ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું વિડિઓ ગમે ત્યાંનો હોટ પોલીસને શિસ્ત જરૂરી

 મહેસાણા : સોશિયલ મિડીયાના ટીકટોકમાં મહેસાણાની મહિલા પોલીસ કર્મીના નામે ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે. જોકે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની પુષ્ટી નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો મહેસાણાના નામે વાયરલ થયો છે. સમગ્ર મામલે ડીવાયએસપી મંજીતા વણઝારાએ તપાસનો આદેશ કર્યો છે.

સોશિયલ મિડીયામાં વીડિયો ડબિંગ મોબાઇલ એપ્લીકેશન ટીકટોકનો મહિલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસ કર્મી મહેસાણાની હોવાની ચર્ચા છે. મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું છે કે,આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે જોકે, વણઝારાએ એમ પણ જણાવ્યું હતું કે વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસને નોકરીમાં શિસ્ત જરૂરી છે.

(6:44 pm IST)