Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મહેસાણા હાઇવે ઉપર ત્રિપલ અકસ્માતમાં દંપતી અને પુત્રના મોત

 પાટણ, તા., ર૪: ચાણસ્મા એસટીડેપોના બસ મહેસાણા તરફ જઇ રહી હતી. તેની પાછળ પાછળ જ ટેમ્પો પણ મહેસાણા તરફ જઇ રહયો હતો. ત્યારે ધોરણધરા ચાર રસ્તા ઉપરથી બાઇક લઇ આવતા બહુચરાજી ખાતે રહેતા વિનુજી ઠાકોર પોતે અને પત્નિ અને અઢી વર્ષના પુ્ર સાથે પસાર થઇ રહયા હતા. ત્યાં સામેથી આવતા ટેમ્પો ધડાકાભેર અથડાતા બાઇક સ્વારનું આખે આખુ પરીવાર બાઇક સાથે ફંગોાળયું  આ ત્રણેયને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માત કરી ટેમ્પા ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ભેગા થઇ જવા પામ્યા હતા. ચાણસ્મા પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી ત્રણેય મૃતકોના પીએમ અર્થે ચાણસ્મા ખસેડવામાં આવયા હતા. ત્રીપલ અકસ્માતમાં પિતા-પુત્ર અને પત્નીના કરૂણ મૃત્યુ મૃતકની યાદીમાં વિનુજી બાબુજી ઠાકોર પિતા આરતી વિનુજી ઠાકોર પત્ની (૩) પ્રતિક વિનુજી ઠાકોર.

(3:28 pm IST)