Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

૨૪-૨૫-૨૬-૨૭ તારીખે કયાં કયાં વરસાદની સંભાવના?

રાજકોટ : રાજયમાં આ વર્ષે ઓછો વરસાદ થવાના કારણે લોકોની ચિંતા વધી રહી છે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાલુ અઠવાડિયા દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આ સિવાય રાજયના કેટલાક ભાગોમાં છૂટો-છવાયો વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. મુંબઈમાં ફરી એકવાર તોફાની વરસાદ શરૂ થયો છે અને  ભારે વરસાદની આગાહી પણ થઈ છે.

આજે રાજયમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ઉત્ત્।ર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

૨૫, ૨૬ અને ૨૭મી જુલાઈની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જયારે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટો-છવાયો વરસાદ થશે. જયારે કચ્છ અને ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આકાશ સાફ રહેશે.

રાજયમાં ઉત્ત્।ર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો સારો વરસાદ થાય તેવી મીટ માંડીને બેઠા છે.

૨૬, ૨૭ તારીખોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સાથે ઉત્ત્।ર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અમરેલી, ભાવનગર, કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. આ તારીખો દરમિયાન કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના પણ વ્યકત કરાઈ છે.

૨૭ તારીખે ઉત્ત્।ર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને હિંમતનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડવાની શકયતાઓ દેખાઈ રહી છે. આ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તોફાની વરસાદ વરસવાની સંભાવના છે.

અમદાવાદમાં આજે તથા ૨૮મી તારીખે વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. મહત્વનું છે કે, મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદ રહી શકે છે. મુંબઈના દાદર, હિંદમાતા, ગાંધી માર્કેટ, સાયનમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાના અહેવાલ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે. આ સાથે રાયગઢ અને રત્નાગીરીમાં પણ સારો વરસાદ થયો છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ રહી છે.

(1:21 pm IST)