Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

શાક્ભાજીના ભાવમાં ભડકો : આવક ઘટતા કિંમતમાં ઉછાળો : ગૃહણીનું બજેટ ખોરવાયું

ફ્લાવર, કોબીજ, પાલક, મેથી, ડુંગરી, પરવળના ભાવમાં બમણો વધારો

અમદાવાદ :શાકભાજીના ભાવમાં ભડકો થયો છે ઉનાળાની ઋતુ પુર્ણ થઇ ગઇ અને ચોમાસુ બેસી ગયુ ચેહ જોકે વાતાવરણ હજી પણ ઉનાળાના મૂડમાં છે. ચોમાસુ વિધીવત ન જામતા શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે. રાજ્યમાં શાકભાજીના ભાવમાં અધધ વધારો થયો છે. ધાણાં, આદું, મરચા, લસણના ભાવ ખૂબ જ વધ્યા છે. ફ્લાવર, કોબીજ, પાલક, મેથી, ડુંગરી, પરવળના ભાવમાં બમણો વધારો થયો છે

  . શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજમાં વધારો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની સીઝનની શાકભાજીનો ફાલ પુર્ણ થઇ ગયો છે. બીજી તરફ વરસાદ ન વરસવાના કારણે ચોમાસુ શાકભાજીની વિધિવત આવક શરૂ થઇ નથી. તેથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો અને ભાવ વધતાં ગ્રાહકોમાં ઘટાડો નોંધાયો છે. ભાવ વધારો થવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

(12:14 pm IST)