Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં જુગાર પાર્ટીમાં દરોડો : પત્તાં ટીચતી છ મહિલા સહીત આઠ ઝડપાયા

ભડુઆત મહિલા જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે મોડીરાત્રે સીતા ટાવરમાં ક્રાઈમબ્રાન્ચનો દરોડો : મોંઘાદાટ મોબાઈલ સહીત 2.19 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદ :શહેરમાં મોડી રાત્રે શિવરંજની વિસ્તારમાં જુગાર પાર્ટીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને છ મહિલા સહીત આઠ જુગારીઓને રંગે હાથ ઝડપી લઇને 2,19 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

  આ અંગે મળતી  વિગત મુજબ શહેરના શિવરંજની વિસ્તારમાં સીતા ટાવરમાં ચાલતા જુગારપાર્ટીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો આ દરોડામાં 6 મહિલાઓ અને 2 પુરૂષોની ધરપકડ થઈ હતી.

  પોલીસે બાતમીના આધારે કરેલી રેડમાં 2.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મહિલા સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

 પોલીસને બાતમી મળી હતી કે આરોપી મહિલા ભાડૂઆત દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસને આરોપીઓ પાસેથી રોકડ ઉપરાંત મોંઘાદાટ મોબાઇલ મળી આવ્યા હતા.

(11:56 am IST)