Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વિરમગામમાં 54 લાખથી વધુની કિંમતનો 15 હજારથી વધુ બોટલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

અમદાવાદ: જીલ્લાના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ-૧૫૧૬૬ જેની આશરે કિંમત કુલ કિંમત ૫૪,૧૬,૬૯૦ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

 . વિરમગામ પ્રાન્ત ઓફિસર આઇ.આર.વાળા,એ.એસ.પી પ્રવિણકુમાર, નશાબંધી અને આબકારી ઇન્સપેક્ટર એમ.આર.ડોડીયા,વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે. એન. ભુકણની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

(7:39 pm IST)