Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ઝઘડિયાના દઢેરાના ખેતરની સીમમાંથી અજાણી યુવતીની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળતા ચકચાર

યુવતી કોણ છે :શોખધોળ શરૂ :હત્યા કે આત્મહત્યા ?પોલીસ તપાસનો ધમધમાટ

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના દઢેરા ગામના ખેતરની સીમમાંથી  અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

  આ ઘટનાની જાણ થતા ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.આ મૃતદેહ કોનો છે ? આ યુવતી કોણ છે ? તેમજ યુવતીના પરિવારજનોની શોધખોળ પોલીસે આરંભી છે.ક્યાં કારણોસર આ યુવતીનું મોત થયું હશે અથવા તો આ હત્યાનો મામલો છે કે આત્મહત્યાનો જેવા સવાલોને લઈને લોકોમાં શંકા-કુશંકાના વાદળો ઘેરાયા છે.ઝઘડિયા પોલીસ સમગ્ર બનાવની તપાસ કરી રહી છે.

(7:37 pm IST)