Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લીધી

નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ તાલુકામાં બે બેઠકોમાંથી ૧૩-ખેરગામ બેઠક બે વર્ષથી ખાલી હતી જેની પેટાચૂંટણી ગત રવિવારે યોજાઈ, જેની મત ગણતરી મંગળવારે સવારે આઠ વાગે તાલુકા સેવા સદનમાં શરૂ થઈ ને દસ વાગ્યે તો પરિણામ પણ જાહેર થઈ ગયું. માત્ર વિજાણું મતદાન યંત્રથી-ઈવીએમ-યોજાયેલી ચૂંટણીમાં ૧૫,૨૮૩ મતોમાંથી     હારનારા કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલને ૬,૩૬૩ જ્યારે વિજયને વરેલા ભાજપના પ્રશાંત પટેલને ૮,૬૭૭ એટલે કે ૨,૩૧૪ વધુ મતો મળતા ચૂંટણી અધિકારી લલિત કુમાર સાન્ડુએ વિજેતા જાહેર કર્યા હતા. ૩૩  બુથમાં નૉટામાં ૨ થી ૧૬- કુલ ૨૪૩  મતો પડ્યા હતા. આ વિજયથી ખેરગામ તાલુકામાં કોંગ્રેસનું પરંપરાગત મતોમાં વધુ ધોવાણ થયું છે. માત્ર આઠ બુથમાં પાતળી બહુમતી મળી હતી. જિલ્લા પંચાયતમાં કુલ ૩૦ બેઠકોમાં હવે ભાજપની ૧૮ બેઠકો થઇ છે કોંગ્રેસની ઘટીને બાર.થઇ ગઈ હતી. બજાર અને ગામડામાં વિજય સરઘસમાં અનેક કાર્યકરો ઉમટ્યા હતા.પ્રશાંત પટેલે ત્રણેક વર્ષથી ખેરગામ તાલુકાનો વિકાસ કોંગ્રેસની બેઠક હોય રૂંધાતો હતો તેને વેગ આપવા માટે ભરપૂર પ્રયત્નો કરશે અને વિકાસની પંગતમાં ખેરગામને બેસાડવાનો કોલ આપ્યો હતો. ચુંટણી કન્વિનર વિજયભાઈ અને તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઇ પટેલે સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. પીએસઆઇ જીગ્નેશ ગામીત અને  ભોયે તથા સ્ટાફે વિજયી સરઘસ શાંતિપૂર્ણ ફરે તે માટે બંદોબસ્ત કર્યો હતો.

(5:39 pm IST)