Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વયનિવૃત્ત થનારા જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલનું ખેડૂત સમાજ વલસાડ દ્વારા સન્‍માન કરાયું

વલસાડ જિલ્લાના ખેડૂત સમાજના બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવેના વળતર બાબતના પ્રશ્‍નોમાં જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે ગત ઓગસ્‍ટ-૨૦૨૦માં કેન્‍દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિનભાઇ ગડકરી સાથે વીડિયો કોન્‍ફરન્‍સથી ખેડૂતોની વાજબી માગણી પ્રત્‍યે હકારાત્‍મક વલણ દાખવતા જિલ્લા કલેક્‍ટરની મધ્‍યસ્‍થીથી જિલ્લાના ખેડૂતોને પોષણક્ષમ વળતર અપાવ્‍યું હતું. જે બદલ જિલ્લાના ખેડૂત આલમે ખુશી વ્‍યક્‍ત કરી હતી અને રાવલ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી ગદગદિત થયા

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલ માસના અંતે વયનિવૃત્ત થનાર હોઇ આજરોજ કલેક્‍ટર કચેરી ખાતે ખેડૂત સમાજ વલસાડના પ્રમુખ ભગુભાઇ પટેલ અને મહામંત્રી રૂપેશભાઇ પટેલ દ્વારા સાલ ઓઢાડી અને પુષ્‍પગુચ્‍છ આપીને તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ખેડૂત સમાજના બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવેના વળતર બાબતના પ્રશ્‍નોમાં જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે ગત ઓગસ્‍ટ-૨૦૨૦માં કેન્‍દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિનભાઇ ગડકરી સાથે વીડિયો કોન્‍ફરન્‍સથી ખેડૂતોની વાજબી માગણી પ્રત્‍યે હકારાત્‍મક વલણ દાખવતા જિલ્લા કલેક્‍ટરની મધ્‍યસ્‍થીથી જિલ્લાના ખેડૂતોને પોષણક્ષમ વળતર અપાવ્‍યું હતું. જે બદલ જિલ્લાના ખેડૂત આલમે ખુશી વ્‍યક્‍ત કરી હતી અને રાવલ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી ગદગદિત થઇ ગયા હતા. આ અવસરે ખેડૂત આગેવાન શરદભાઇ દલાલ, જતિનભાઇ દેસાઇ, સુનિલભાઇ પટેલ અને હર્ષદભાઇ પટેલ હાજર રહયા હતા

(8:53 pm IST)