Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વિરમગામ નગરપાલિકાની ખાસ મીટીંગ યોજાઇ : વિવિધ સમિતિના ચેરમેનની નિમણુંક કરાઈ

વિરગમામ નગરપાલીકાની વિવિધ સમિતીઓના નવનિયુક્ત ચેરમેનોને ઉપસ્થિત પદાધીકારીઓ, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ નગર પાલિકા ખાસ મીટીંગ બોલાવી જેમાં વિવિધ સમિતિ ના ચેરમેન ની નિમણુંક કરવામાં આવી હતી. જેમા અમદાવાદ જીલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ડાભી, નવદીપભાઈ ડોડીયા, અમદાવાદ જીલ્લા ભાજપ મંત્રી કીર્તિબેન આચાર્ય પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, વિરમગામ શહેર ભાજપના પ્રમુખ નરેશભાઇ શાહ તેમજ શહેર મહામંત્રી મિતેશભાઇ આચાર્ય, દેવજીભાઈ ઠાકોર અને નગરપાલિકા પ્રમુખ ચેતનભાઈ રાઠોડ, ઉપ પ્રમુખ દિપાબેન ઠક્કર તથા કાર્યકર્તા હાજર રહ્યા હતા. વિરગમામ નગરપાલીકાની વિવિધ સમિતીઓના નવનિયુક્ત ચેરમેનોને ઉપસ્થિત પદાધીકારીઓ, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
 
ચેરમેનની યાદી
 
૧ - કારોબારી ચેરમેન
- ભરતભાઈ બબાજી ઠાકોર
૨ - સેનેટરી સમિતિ ચેરમેન
- ચેહરબેન સુરેશભાઈ મકવાણા 
૩ - વોટર વર્કસ સમિતિ
- ઉમેશભાઈ બિપીનચંદ્ર વ્યાસ 
૪ - લાઈટ સમિતિ
- અનિલભાઈ વાડીલાલ પટેલ
૫ - આરોગ્ય સમિતિ
- નયનાબેન પ્રકાશભાઈ સારડા 
૬ - બાંધકામ સમિતિ
- દિલીપભાઈ નાઝભા ધાંધલ
 ૭ - ટ્રાન્સપોર્ટ સમિતિ
- વિભાબેન ધર્મેન્દ્ર કુમાર સોની 
૮ - ડ્રેનેજ સમિતિ
-  વિભાબેન રમેશભાઈ શાહ 
૯ - બાગ-બગીચા સમિતિ
-  જ્યોત્સનાબેન વિજયભાઈ પરમાર 
૧૦ - નગર આયોજન સમિતિ
- કામિનીબેન હિતેશભાઈ મુનસરા 
૧૧ - લીગલ સમિતિ
- નયનાબેન પ્રકાશભાઈ સારડા 
૧૨ - વેરા વસુલાત સમિતિ
-  જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ દલવાડી 
૧૩ - સાંસ્કૃતિક સમિતિ
-  શ્રી અજયકુમાર રૂપસંગ જી ગોલવાડિયા 
૧૪ - દબાણ સમિતિ
- નારણભાઈ વાસુભાઈ અજાણા
 ૧૫ - સામાજિક ન્યાય સમિતિ
- નયનાબેન મિહિર ભાઈ સીતાપરા 
૧૬ - જાહેર હિસાબ સમિતિ
- કંચનબેન રતિલાલ ભોજવીયા

(6:34 pm IST)