Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોડાસા તાલુકાના લીંભોઇ ગામ નજીક યુવકે લગ્ન કરવાની ના કહેતા યુવતીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

મોડાસા: તાલુકાના લીંભોઈ ગામે રહેતા એક પરિવારની ૨૦ વર્ષિય યુવતીએ મંગેતરના અન્ય યુવતી સાથેના સંબંધો અને વર્ષ બાદ લગ્ન કરવાની પડાયેલી ના થી મનમાં લાગી આવતાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું હતું. પ્રકરણે યુવતીને તેના મંગેતર દ્વારા અપાયેલી માનસિક ત્રાસ બદલ મરવા સુધીનું પગલુ ભરતા યુવતીના મંગેતર એવા પોલીસ કોન્સ્ટેબલ યુવક વિરૂધ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો. મોડાસા રૂરલ પોલીસે પ્રકરણે વધુ તપાસ હાથ ધરી હતી.

લીંભોઈ ગામના વતની અને વડોદરા ખાતે સ્ટેટ રીઝર્વ પોલીસદળમાં ફરજ બજાવતા બળદેવભાઈ પરમારની દિકરી ફાલ્ગુનીના વેવીશાળ એક વર્ષ અગાઉ નાંદીસણ ગામે સામાજિક રીત રીવાજ મુજબ કરાયા હતા.નાંદીસણ ગામના ધવલ પરમાર કે જેઓ ડાંગ જિલ્લાના આહવા નજીક આવેલ સુબીર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેઓ સાથેની સગાઈથી ફાલ્ગુની અને તેનો પરીવાર ખુબ ખુશ હતા.પરંતુ સમય જતાં ધવલ પરમારે પોત પ્રકાશ્યું હોય એમ તેને સંબંધ પ્રત્યે નારાજગી ફાલ્ગુની સામે વારંવાર વ્યક્ત કરી હતી. ગત ૧૩ મી જૂન ના રોજ જયારે ફાલ્ગુની તેના ઘરના પ્રથમ માળે આવેલ રૂમમાંથી મોબાઈલ ઉપર ધવલ પરમાર જોડે  વાતચીત કરી રહી હતી અને વંદનાબેન જમવાનું બનાવી રહયા હતા.ત્યારે યુવતીએ રૂમ બંધ કરી ગળે સાડીનો ફાંસો બનાવી આપઘાત કરી લેતાં પરીવારજનો ઉપર આભ તૂટી પડયું હતું.

(5:39 pm IST)